inward locus

वयं पंचाधिकं शतम् - RSS Values & Strength

April 03, 2020 | 1 min read

वयं पंचाधिकं शतम्
અંદરો અંદર વિવાદ ના સમયે ભલે આપણે પાંચ એ લોકો ( કૌરવો) સો છે. પણ બાહ્ય વિખવાદ વખતે આપણે ૧૦૫ (એકસો પાંચ) છીએ. - (યુધિષ્ઠિર)

વાજપેયી જી નું ગુરુજી વિશેનું એક લેક્ચર સાંભળ્યું આજે. જેમાં આઝાદી પછી ગુરુજી ને સંઘ પરના પ્રતિબંધ પછી જેલ માંથી મુક્તિ મળે છે એનો ઉલ્લેખ કર્યો હતો. ગુરુજી એ શાલીનતાથી કહ્યું હતું એમનું સ્વાગત કરવા આવેલા સેવકો ને કે તેમને જેણે કેદ કર્યા હતા અને જેણે સંઘ ઉપર ખોટા આરોપો કર્યા એના પ્રત્યે કોઈ દ્વેષ નથી. “वयं पंचाधिकं शतम्” - મહાભારત નો આ સંદર્ભ આપ્યો.

પછી મેં ડોક્ટર સાહેબ વિશે એક લેખ વાંચ્યો જેમાં સત્યાગ્રહ અને આંદોલન સમય એ સંઘ ના સ્વયં સેવકો દ્વારા મતમતાંતર ને ભૂલીને ચળવળ ભાગ લેવામાં આવ્યો હતો એ સમય એ પણ वयं पंचाधिकं शतम् ને પ્રાથમિકતા આપવામાં આવી હતી સંઘ દ્વારા.

આ વાત અત્યારે એટલે મહત્વ પૂર્ણ લાગી કે હાલ માં ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંત્રી એ દેશની સર્વે જનતા નો આભાર વ્યક્ત કર્યો. જેમણે મત આપ્યો હતો એમનો પણ અને નહોતો આપ્યો એમનો પણ. જ્યારે સોનિયા ગાંધી એ સ્પષ્ટતા થી વિપક્ષ પ્રમુખ પદે નિમણૂક થતાં જેમણે કોંગ્રેસ માં વિશ્વાસ મૂકી મત આપ્યો એમનો જ આભાર માન્યો છે.

સંઘ ના મૂલ્યો, ભારતીય દર્શન ની એના ઉપર અસર અને એ સિદ્ધાંતો જે રીતે ઉત્તરોત્તર દોરવણી થી વારસામાં આપવામાં આવ્યા છે એ ખરેખર અદભૂત છે. ડોક્ટર સાહેબ થી લઇ અને મોદી સાહેબ સુધી જે રીતે वयं पंचाधिकं शतम् ની ભાવના સમય અને પરિસ્થતિ ને અનુલક્ષી ને જે રીતે જાળવવામાં આવી છે એ જ સંઘ ની સાર્થકતા અને સક્ષમતા નું પ્રમાણ છે.


The best way to contact me is to write me a letter to my e-mail address : inwardlocus@gmail.com

©2020, Inward Locus