inward locus

સરખામણી અળખામણી

April 13, 2020 | 1 min read

આ ઘોંઘાટ શેનો છે? શાની છે આટલી હુંસાતુંસી? વિચારું ક્યારેક તો હસવું આવે છે. શેની બહુ બડાઈ હતી એ સમજાતું નથી. ભાર ઓછો થઈ ગયો છે. બસ એ જ લખ્યું છે.

સમુદ્ર માં ટીપાં જેવી
રેતીના કણ જેવી
માણસ ની જગત સાથે
એવી તો સરખામણી છે.
હા. થોડી અળખામણી છે.

અઘરું તો છે
માત્ર શબ્દો થી વ્યાજબી ઠેરવવું
પણ હું ક્યાં નિર્ણાયક છું
આ કવિતા અમથો પ્રયાસ છે
જગત ની વિહવળતા ને વર્ણવવા
હું ક્યાં લાયક છું.

કયું સત્ય સૌ ઝંખે છે?
જોઈએ છે કયો જવાબ જગતને?
જ્યાં બળિયો છે
ત્યાં કમજોર પણ હોવાનો
તો આ શોરબકોર
નક્કી મૂરખ નો જ હોવાનો

અરે આ જગત તો
વિશાળ અરીસો છે
અહી તો માત્ર પ્રતિબિંબ ઝીલાય છે
નક્કી ભીતર માં જ ડાઘ હોવાનો
એટલે જ તો સૌ જોતા ગભરાય છે

એક વાર તો ચશ્માં ઉતાર
ખુલી આંખે તું કુદરત તો જો
તું જે છે એ જ તો હું છું
અરે હું જે છું તે જ તો સૌ છે

સાચું કહું?
સ્વર્ગનો ચોક્કસ અહેસાસ થશે
જો રોજ આ વિચાર નો અભ્યાસ થશે.


The best way to contact me is to write me a letter to my e-mail address : inwardlocus@gmail.com

©2020, Inward Locus